બુલબુલ (ટૂપિહુડિયો) વિશે.

સિપાહી બુલબુલ એક પક્ષી છે. આ પક્ષી સામાન્ય રીતે ૨૦ સે. મી. (૮ ઈંચ) લંબાઈનું હોય છે. તેના પીઠના ભાગે તપખીરીયા બદામી રંગનું, પેટના ભાગે સફેદ રંગનું, ડોક કાળા રંગની, માથા પર મોટી કાળા રંગની કલગી, આંખો ઉપરના ભાગે લાલ રંગના ટપકાં, ગાલના ભાગે સફેદ રંગના પટ્ટા જોવા મળે છે. આ પક્ષી હડિયા બુલબુલ (Red vented bulbul)ના જેવો જ દેખાવ ધરાવે છે, પરંતુ આંખની ઉપરના ભાગનાં લાલ ટપકાં તેમ જ માથા પરની ઊંચી કલગીથી આ પક્ષી અલગ પડે છે.

Post a Comment

0 Comments