ગુજરાતમાં આવેલું છે પક્ષી મંદિર, જ્યાં દેવી-દેવતાઓની નહીં પરંતુ થાય છે પંખીઓની પૂજા.

 


ગુજરાતમાં આવેલું છે પક્ષી મંદિર, જ્યાં દેવી-દેવતાઓની નહીં પરંતુ થાય છે પંખીઓની પૂજા.

સામાન્ય રીતે દેવી દેવતાઓના મંદિર હોય છે પરંતુ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની નજીક રાયસિંગપુરા -રોડા ખાતે પક્ષી મંદિર આવેલું છે. જે માત્ર ગુજરાત જ નહી સમ્રગ ભારતનું એક માત્ર પક્ષી મંદિર માનવામાં આવે છે.

તમે દેવી દેવતાઓના તો અનેક મંદિરો જોયા હશે, ક્યારેય કોઈ પક્ષી મંદિર જોયું છે? અરે! આપણામાંના મોટા ભાગના લોકોએ તો આ વિશે કદાચ સાંભળ્યું સુદ્ધાં નહિ હોય!

ભારતમાં એવી કઈ-કેટલીય જગ્યાઓ છે જે વિશે સાંભળીને અચંબામાં મુકાઇ જઈએ, આજે એવા જ એક નવાઈ પમાડી દે તેવા મંદિરની વાત કરવાની છે. હિંમતનગર શહેરથી થોડેક દૂર રાયસિંગપુર ગામે ચાલુક્ય શૈલીનું વિશ્વનું એકમાત્ર પક્ષી મંદિર આવેલું છે. સાતમી અને નવમી સદીમાં નિર્માણ પામેલા આ મંદિરના સ્તંભો, દરવાજા, કમાનો તેમજ દીવાલો ઉપર પક્ષીઓનાં ચિત્રો ઉપસાવેલી મૂર્તિઓની ભાત જોવા મળે છે. વિશ્વમાં કદાચ પક્ષીઓનું મંદિર ધરાવતું આ એકમાત્ર સ્થળ છે.


હિંમતનગરના પક્ષી મંદિરનું નિર્માણ 7મી-9મી સદી વચ્ચે થયું હોવાનું અનુમાન છે. સાબરકાંઠાના હિંમતનગરથી ખેડ તસિયા રોડ પર 17 કિ.મી. દૂર રાયસિંગપુરા ગામ આવેલું છે, જ્યાંથી રોડા નગરીમાં જવાનો માર્ગ આવે છે. તો આ પ્રાચીન મંદિરની સ્થાપત્ય શૈલીમાં ચાલુક્ય શૈલીની બાંધકામ કળા જોવા માટે અલગ અલગ રાજ્યોથી લોકો આવતા હોય છે. આ મંદિરના સ્થાપત્યમાં સ્તંભો, દરવાજા, કમાનો તેમજ દીવાલો ઉપર ઉપસાવેલી ભાતવાળી કિનારીઓ પરથી આ મંદિરનું નિર્માણ સાતમી અને નવમી સદી વચ્ચે થયું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર પ્રાચીન સમયથી ગુજરાતીઓના પશુ-પક્ષીપ્રેમની સાક્ષી પૂરે છે.

આ મંદિરમાં પથ્થરને વિશિષ્ટ રીતે ઘડીને એકબીજામાં જડી દેવામાં આવ્યા છે. અહીની ખાસિયત એ છે કે આ મંદિરના ચણતરમાં ક્યાંય ચૂનો કે અન્ય પદાર્થનો ઉપયોગ થયો નથી. માત્ર પથ્થરને વિશિષ્ટ રીતે ઘડીને એકબીજામાં જડી દેવામાં આવ્યા છે, જેમાં આ મંદિરોના સમૂહમાં જ એક પક્ષી મંદિર આવેલું છે.


મંદિરની અંદરની કેટલીક પ્રતિમાઓ પણ આજે હયાત નથી. આ મંદિરો એ વાતની સાક્ષી આપે છે કે આજે પશુ- પક્ષીઓને બચાવવા માટે વિવિધ અભિયાનો હાથ ધરવા પડે છે. ત્યારે નવમી સદીમાં લોકો દેવી- દેવતાની સાથે સાથે પશુ- પક્ષીઓની પણ પૂજા કરતા હતા.આ મંદિરની આસપાસ અસંખ્ય વૃક્ષો આવેલા છે. જેના પર આજે પણ હજારો પક્ષીઓ વાસ કરે છે. મંદિર તથા મંદિરની આજુબાજુનું વાતાવરણ આજે પણ પક્ષીમય બની જાય છે. આ મંદિરો પૈકી સૌથી જૂનું મંદિર અદ્વિતિય અને અજોડ સ્થાપત્ય શૈલી ધરાવે છે



સાબરકાંઠા જિલ્લાના રાયસિંગપુરા (રોડા) અને ખેડ-ચાંદરણી ગામોની વચ્ચે હિંમતનગરથી ૧૮ કિમીના અંતરે આવેલા છે. હિંમતનગરથી ખેડ તસિયા રોડ

Courtesy: photo- hemant upadhyay(Facebook)


Post a Comment

0 Comments